26 Jul 2026 · Events
શ્રી સરસ્વતી શિશુમંદિર, ગોંડલ ખાતે "વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ" યોજાઈ ગયો. વિદ્યાર્થી સન્માન એ માત્ર એક કાર્યક્રમ નથી, પણ બાળકોની મહેનત, સમર્પણ અને તેની પ્રતિભાને બિરદાવવાનો અવસર છે. આ સન્માન થી તેનામાં આત્મવિશ્વાસનો સંચાર થાય છે. તથા અન્ય વિદ્યાર્થીઓમાં પણ આગળ વધવાની અને મહેનત કરવાની સકારાત્મક સ્પર્ધાત્મકતા જગાડે છે. આ હેતુથી શ્રી સરસ્વતી શિશુમંદિરના વિદ્યાર્થીઓનો "સરસ્વતી સન્માન કાર્યક્રમ" મહારાજા સર ભગવતસિંહજી ટાઉનહોલ ખાતે યોજાઈ ગયો. જેમાં અતિથિ વિશેષ તરીકે કુમારસાહેબ જ્યોતિર્મયસિંહજી (હવામહેલ), ડો. ભરતભાઈ બોઘરા (પૂર્વ ઉપાધ્યક્ષ, ભાજપ ગુજરાત), સાવનભાઈ ધડુક, ગોપાલભાઈ શિંગાળા (પૂર્વ ચેરમેન, એ.પી.એમ.સી. ગોંડલ), દીપકભાઈ ગોવાણી (ગોંડલ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ), મનિષભાઈ રૈયાણી (ઉપપ્રમુખ, ગોંડલ નગરપાલિકા), વિજયભાઈ રાબડીયા (ગોંડલ જિલ્લા કાર્યવાહ, રા. સ્વ. સંઘ), લક્ષ્મણભાઈ પટેલ (અગ્રણી ઉદ્યોગપતિ), ગીરધરભાઈ રૈયાણી (લાયન્સ ક્લબ, પ્રમુખ), મનસુખભાઈ મુંડીયા (ઠાકરશી ચા), હિરેનભાઈ ઠુંમર (આઈ.એમ.એ. પ્રેસિડેન્ટ) ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. આ સન્માન સમારંભમાં શિશુમંદિરમાં પાંચ વર્ષ પૂર્ણ કરનાર ૧- ક્લાર્ક, ૧-ટેબલ ટેનિસ કોચ, ધો. ૧ થી ૧૨માં પ્રથમ ત્રણ નંબર મેળવેલ ૭૧ વિદ્યાર્થીઓ, ૪ થી ૧૦ નંબર મેળવેલ ૧૬૯ વિદ્યાર્થીઓ, સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા પાસ કરનાર ૧૨- આચાર્યો તથા ૧૦-વાલી, ભરતનાટ્યમમાં વિશારદ થનાર ૧ વિધાર્થીની તથા સમગ્ર વર્ષ દરમિયાન એક પણ દિવસ ગેરહાજર ન રહેનાર ૧૬ વિદ્યાર્થીઓને " નિયમિતતા રત્ન એવોર્ડ" એમ કુલ મળીને ૨૮૧ સન્માન અતિથિઓના હસ્તે થયા. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી ઉમેદસિંહ હેરમા, મંત્રીશ્રી મહેશભાઈ ચવાડીયા, ટ્રસ્ટી મંડળ, વ્યવસ્થાપક મંડળ, પ્રધાનાચાર્ય ,આચાર્ય તથા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા.