27 Aug 2026 · Events
રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ - ગોંડલના ઉપક્રમે ગોંડલમાં " સંસ્કૃત ગૌરવ યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું. સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ તથા ભારતીય જ્ઞાન પરંપરા ના પ્રચાર - પ્રસાર અને જનજાગૃતિના હેતુથી ગોંડલની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓની " સંસ્કૃત ગૌરવ યાત્રા" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્કૃત ગૌરવ યાત્રા શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલયથી શરૂ થઈ ગોંડલના રાજમાર્ગો પર ફરીને શ્રી સરસ્વતી શિશુમંદિરે સમાપન થઈ. આ સંસ્કૃત ગૌરવ યાત્રાને પારસભાઈ વંડા (ડે. કલેક્ટર ગોંડલે) પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રામાં વિવિધ સ્કૂલોના ૭૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળા વિકાસ સંકુલના બધા આચાર્યો તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના તમામ સંચાલકો હાજર રહ્યા હતા. આ યાત્રામાં સપનાબેન પરમાર (જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, રાજકોટ), તથા કિશોરસિંહ ચુડાસમા (એ. ઈ .આઈ.), એ. જી. ખારડ, ડોડિયાસાહેબ તથા ભટ્ટસાહેબ (મામલતદારશ્રી, ગોંડલ), સુનિલભાઈ બરોચીયા, યોગેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, ભંડેરી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સંસ્કૃત ગૌરવ યાત્રાનો હેતુ વિદ્યાર્થીઓમાં અને જનમાનસમાં સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરૂચિ, ભારતીય જ્ઞાન પરંપરા, પ્રત્યે ગૌરવભાવ, સર્જનાત્મકતા, સંશોધનવૃતિ, નેતૃત્વક્ષમતા તથા સમાજસહભાગિતાનો વિકાસ કરવાનો છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિશુમંદિરના સંસ્કૃતના શિક્ષક રૂદ્રેશભાઈ દવે કર્યું હતું.