We nurture curious minds, strong character, and responsible citizens.
આપણું લક્ષ્ય એવી યુવાપેઢીનું નિર્માણ કરવાનું છે જે ઈન્દ્રીયનિષ્ઠ તથા રાષ્ટ્રનિષ્ઠ હોય તથા શારીરિક, પ્રાણિક, માનસિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ પૂર્ણ વિકસિત હોય. પૂર્ણ વિકસિત એટલે વિદ્યાર્થીનો સમગ્ર વિકાસ. વ્યક્તિત્વના પાંચ તત્ત્વો શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનો વિકાસ. આ પાંચ તત્ત્વોના વિકાસનું માધ્યમ છે આધારભૂત વિષયો.
આધારભૂત વિષયો એટલે Fundamental subjects. કારણ કે આ વિષયોનો સંબંધ શિક્ષણ મનોભિજ્ઞાન સાથે છે. આ વિષયો મનોચિત્સાત્મક સિદ્ધાંતોનું જ વ્યાવહારિક સ્વરૂપ છે. જ્ઞાનાર્જન પ્રક્રિયા (Learning process) જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી, અંતઃકરણના માધ્યમથી થાય છે અને આ પ્રક્રિયા આજજીવન ચાલતી રહે છે. તેથી વિદ્યાર્થીઓ સ્વ-નિર્દેશિત શિક્ષણ (Self directed learning) પ્રાપ્ત કરે તે માટે તેમનામાં અધ્યયન ક્ષમતા (Learnability) નિર્માણ કરવી પડશે, જે આધારભૂત વિષયોના માધ્યમથી શક્ય બને છે. તેથી વિદ્યાભારતીએ યોગ શિક્ષણ, શારીરિક શિક્ષણ, સંસ્કૃત શિક્ષણ, સંગીત અને નૈતિક શિક્ષણને આધારભૂત વિષયોમાં સમાવી લીધા છે તથા શિશુવાટિકાથી લઈને ધોરણ ૧૨ સુધીના શિક્ષણમાં તેનું ક્રિયાન્વયન કરવામાં આવે છે.
શિક્ષણ રાષ્ટ્રનો પાયો છે. શિક્ષણ સમગ્ર રાષ્ટ્ર માટે ચિંતન અને ચિંતનનો વિષય છે. વર્તમાન શિક્ષણની દિશા અને દશા યોગ્ય સ્થિતિમાં નથી. આ શિક્ષણ રાષ્ટ્રનું ઈચ્છિત નહી સાધી શકે એવું મહાપુરુષો, દર્શકોને અને ચિંતકોને છેલ્લા સો-દોઢસો વર્ષના ગાળામાં લાગ્યું છે, જેના પરિણામે શિક્ષણનું વૈકલ્પિક સ્વરૂપ શોધવાના પ્રયત્નોમાં કેટલાંક મહાપુરુષોએ – સમૂહજીવન મિશન, શાંતિનિકેતન, પોદીચેરી આશ્રમ, વિદ્યાપીઠ, ગુરુકુલમ જેવી સંસ્થાઓની સ્થાપના કરીને આ રાષ્ટ્રના લોકોને મૂળ સાથે જોડવાના પ્રયત્નો કર્યા છે. પ્રવર્તમાન સમય પ્રમાણે શિક્ષણમાં આવશ્યક પરિવર્તન કરવાની જરૂર જણાય, તેનુરૂપ પ્રયત્નો પણ થયા, પરંતુ આટલા વિશાળ રાષ્ટ્રની આવશ્યકતાની પૂર્તિ કરવા એ અપર્યાપ્ત રહ્યા. ખૂબ સંગઠિત અને સંકલિત પ્રયત્નો કરવાની આવશ્યકતા હતી.
આ કામ માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કેટલાંક ધ્યેયનિષ્ઠ સમર્પિત કાર્યકર્તાઓએ આ રાષ્ટ્રના કુલ અને મૂળ માનવ સંસ્કાર અને શિક્ષણને સમન્વય કરીને આ રાષ્ટ્રના નવીનમાન માટે ‘વિદ્યાભારતી’ની સ્થાપના કરી છે.