25 Nov 2025 · Cultural
વિદ્યારંભ સંસ્કાર વિદ્યારંભ એટલે વિદ્યાપ્રાપ્તિ માટે આરંભ કરવો. વિદ્યા પવિત્ર છે. વિદ્યા પ્રાપ્ત કરવી એ પવિત્ર કાર્ય છે. પવિત્ર કાર્ય કરવા માટે પવિત્ર વાતાવરણ અને પવિત્ર ભાવના જોઇએ. વળી, પવિત્ર કાર્ય કરવાની પદ્ધતિ પણ પવિત્ર હોવી જોઈએ. આવી પદ્ધતિને જ સંસ્કાર કહેવાય. આથી ઉપરોક્ત તથ્યને ધ્યાનમાં રાખીને વિદ્યા પ્રાપ્તિના પવિત્ર કાર્યના પ્રારંભ માટે વિદ્યાભારતીએ શિશુવાટિકામાં વિદ્યારંભ સંસ્કાર કરવાનો પ્રારંભ કર્યો છે. આ વિદ્યારંભ સંસ્કાર શિશુમંદિર વિદ્યાલય ગોંડલ ખાતે દિનાંક – ૨૫/૧૧/૨૫ નાં રોજ સંપન્ન થયો.